મેરા બિલ મેરા અધિકાર યોજના 2023 | Mera Bill mera adhikar app dowanlod

Mera Bill Mera Adhikar App Download: દેશમાં સતત થતી કરચોરીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે… જેથી સામાન્ય લોકો મોબાઈલ એપ દ્વારા કરોડો રૂપિયાના ઈનામો જીતી શકે… આ એપનું નામ છે મેરા બિલ મેરા અધિકાર યોજના… મેરા બિલ મેરા અધિકાર યોજના દ્વારા લોકોને GST બિલ અપલોડ કરીને રોકડ ઇનામ જીતવાનો મોકો મળશે.. આ યોજના હેઠળ સરકાર તમને 10 હજારથી 1 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપશે. ત્યારે આ યોજનામાં કેવી રીતે એપ્લાઈ કરવું અને કેવી રીતે તમે જીતી શકો તે વિશે વિગતવાર જણાવીએ…

Mera Bill Mera Adhikar App

મેરા બિલ મેરા અધિકાર યોજના હેઠળ સામાન્ય લોકોને મોબાઈલ એપ પર GST ચલણ અપલોડ કરવા બદલ ઈનામ મળશે. આ યોજનામાં ભાગ લેવા માટે તમે ખરીદેલી વસ્તુ માટે દુકાનદાર અથવા તો વેપારી પાસેથી GST બિલ લેવુ ફરજીયાત રહેશે.. જે બિલને તમારે આ એપ પર અપલોડ કરવાનું રહેશે.. જે બાદ તમને 10 હજારથી 1 કરોડ રૂપિયા જીતવાનો મોકો મળશે.. આ યોજનાનો લાભ કોઈપણ સામાન્ય નાગરિક GST બિલ અપલોડ કરીને લઈ શકે છે..

અત્યારે મેરા બિલ મેરા અધિકાર યોજના આસામ, ગુજરાત, હરિયાણા, પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે.. આ એપ પર લોકોએ બિલ અપલોડ કરવાના રહેશે જે બા લકી ડ્રો દ્વારા કરોડો રૂપિયાના ઈનામો જીતવાનો મોકો મળશે..

આ સ્કીમ હેઠળ દર મહિને 810 લકી ડ્રો થશે. જેમાં દર મહિને ડ્રોમાં 800 લોકોને 10,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને 10 લોકોને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. દર ક્વાર્ટરમાં રૂ. 1 કરોડનો બમ્પર ડ્રો આપવામાં આવશે. આ યોજના દ્વારા લોકો અને સરકારોને ફાયદો થશે.

 

મેરે બિલ મેરા અધિકાર યોજનાનો ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકાર દ્વારા મેરા બિલ મેરા અધિકાર યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કરચોરી અટકાવવાનો છે… જેથી કરીને લોકો આ યોજનામાં ભાગ લઈને ખરીદેલા માલ માટે દુકાનદાર કે વેપારી પાસેથી GST બિલ લઈ શકે અને જ્યારે લોકો બિલ માંગવાનું શરૂ કરશે.. અને વેપારી કરચોરી કરી શકશે નહીં…

 

રોકડ ઇનામ કેવી રીતે મેળવવું?

મેરા બિલ મેરા અધિકાર યોજના હેઠળ લોકો દ્વારા 1 મહિના અથવા 3 મહિનાના ધોરણે જમા કરવામાં આવેલા GST બિલને લકી ડ્રોમાં સામેલ કરી શકાય છે. જેના માટે સરકારે કેટલાક જરૂરી નિયમો લાગુ કરવાની વાત કરી છે જેમ કે કોમ્પ્યુટરની મદદથી દર મહિને 500 લકી ડ્રો યોજાશે. જેમાં ભાગ લેનાર લાખો રૂપિયાના ઈનામો મેળવી શકે છે. આ સિવાય દર 3 મહિને બે લકી ડ્રો યોજાશે… જેના કારણે લોકોને 1 કરોડ રૂપિયા સુધીનું રોકડ ઇનામ જીતવાની તક મળશે…

 

કેટલા બિલ અપલોડ કરી શકશો

આ યોજના હેઠળ વ્યક્તિ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ તમે અપલોડ કરી શકો છો. દરેક બિલની ઓછામાં ઓછી કિંમત 200 રૂપિયા હોવી જોઈએ. 200 રૂપિયાથી ઓછાનું બિલ અપલોડ કરવાનું સ્વીકારવામાં આવશે નહીં.

 

કેવી રીતે અરજી કરવી?

મેરા બિલ મેરા અધિકાર યોજના 2023 હેઠળ લોકોએ એપ દ્વારા અરજી કરવાની રહેશે. જેમાં તમારે GST બિલ અપલોડ કરીને સ્કીમનો લાભ લઈ શકશો.

 

આ રીતે અરજી કરો….

  • ગુગલ પ્લે સ્ટોર પરથી મેરા બિલ મેરા અધિકાર એપ ડાઉનલોડ કરો..
  • એપ પર કેટલીક માહિતી દાખલ કરવી પડશે.. જેમ કે તમારું નામ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, ઉંમર, જાતિ, બેંક ખાતાની વિગત વગેરે.
  • આ પછી તમારે એપ પર ખરીદેલી વસ્તુનું GST બિલ અપલોડ કરવાનું રહેશે.
  • અપલોડ કરેલા બિલમાં વેપારીનો GSTIN નંબર, ચૂકવેલ રકમ અને ટેક્સની રકમનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
  • જો તમારું નામ લકી ડ્રોમાં સામેલ હશે તો તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top